અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં Financial Literacy Mass Awareness Camp ( નાણાકીય સાક્ષરતા જનજાગૃતિ શિબિર )નું આયોજન થયું હતું. જેમાં એસ.બી.આઈ. અમરેલીના ટ્રેનિંગ ઓફિસર સુનિલભાઈ કસલીવાલ, રસિકભાઈ ગોરાસવા, પ્રેમલભાઇ જોષી અને ગોરધનભાઈ વાઘેલા ઉપસ્થિત રહયા હતા. તમામનું શાબ્દિક સ્વાગત પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તળાવીયા અને પ્રા.એ.બી.ગોરવાડિયાએ કર્યું હતું તેમ આઈ.ક્યુ.એ.સી.ના કોઓર્ડિનેટર પ્રા.ભારતીબેન ફિણવીયાએ જણાવ્યું હતું.
