Gujarat

શાપર વાડી વિસ્તારમાં શિયાળે આતંક મચાવ્યો, પાંચ વ્યક્તિને બચકા ભર્યા

જામનગર નજીક આવેલા શાપર વાડી વિસ્તારમાં ગુરૂવારે શિયાળ દ્વારા 4 જેટલા વ્યક્તિઓને બચકા ભરી લેતાં ભારે અફડાતફડીનો માહોલ ફેલાઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ શિયાળને લઈને ખેતમજૂરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે ત્યારે વનવિભાગ શિયાળને પાંજરે પૂરે તેવી સ્થાનિક લોકોમાં માગણી ઉઠી છે

જામનગર નજીક મેઘપર પાસે શાપર વાડી વિસ્તારમાં ગુરૂવારે સવારે અચાનક આવી ચડેલા શિયાળે બાળકો, મહિલાઓ સહિત 4 જેટલા વ્યક્તિઓ પર હુમલો કરી બચકા ભરતા નિલેશ, પીયા (ઉ.વ.4), કમલેશ, દિનેશ, હીરેન નામના યુવાનોને ઈજા થતાં તાત્કાલિક 108 મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવથી આજુબાજુના ખેતરોમાં કામ કરતા ખેતમજૂરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પરંતુ 5 લોકોને બચકા ભર્યા હોવા છતાં વનવિભાગ દ્વારા શિયાળને પકડવાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેથી તાત્કાલિક પગલાં ભરી શિયાળને પકડવામાં આવે તેવી માગણી સ્થાનિકલોકોમાં ઉઠી છે.