પોલીસ અનેે NDRF ટીમે કડછના 26 વર્ષના યુવાનનો જીવ બચાવ્યો હતો. યુવાનને સાપે દંશ દેતા આરોગ્યલક્ષી ઇમરજન્સી ઉભી થઇ હતી
ઉપરવાસમાં ભારે વરસાદ થતા પોરબંદરના ઘેડ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. ઘેડ વિસ્તારના મોચા ગામથી રસ્તા પર પાણી ફરી વળતા કોઇ વાહન અવર જવર ન કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આવી પરિસ્થિતિમાં કડછ ગામના નાગાજણ નામના યુવાનને સર્પે દંશ દેતા મેડીકલ ઇમરજન્સી સર્જાઇ હતી.
જેની જાણ માધવપુર પોલીસ સ્ટેશનના સબ ઇન્સપેકટર મોરીને થતા તેમણે NDRF ની ટીમને સાથે રાખી હોડી મારફતે કડછ ગામમાંથી આ યુવાનનું રેસ્ક્યુ કરી તેને મોચા ગામે પહોંચાડયો હતો બાદમાં આ યુવાનને 108 મારફતે સમયસર પોરબંદરની હોસ્પિટલે પહોંચાડી દેવાતા આ યુવાનનો જીવ બચી ગયો હતો.