Gujarat

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ગોકળગાય ગતી એ ચાલતું (જંતુનાશક દવા છંટકાવ ફોગીંગ) સેનીટેશન

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આજથી શહેરમાં ફોગીંગ મશીનથી ફોગીંગ શરૂ કરવામાં આવ્યું છે. આજરોજ કેવડા પરા અને દેવીપૂજક વિસ્તારમાં ફોગીંગ કરવામાં આવેલ છે. સમગ્ર શહેરને કવર કરતાં એક અઠવાડિયાનો સમય લાગશે પરંતુ હાલની ગોકળગાય ગતિ જોતાં નિશ્ર્ચિત સમયમાં પૂર્ણ થશે કે કેમ એ ચર્ચાનો વિષય છે.!!  
જ્યારે સમગ્ર સાવરકુંડલા શહેરમાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદી  વાદળિયું વાતાવરણ હોય એ જોતાં જાહેર આરોગ્યને લગતી આવી કામગીરી ઝડપી અને યુધ્ધના ધોરણે થવી જોઈએ એવું બુધ્ધિજીવી વર્ગમાં ચર્ચાય રહ્યું છે. હજુ ડીડીટીનાં છંટકાવ માટે શહેરના દરેક વોર્ડ વાઇઝ સોમવારથી દરેક વોર્ડમાં ટ્રેકટર દ્વારા થશે તેવું જાણવા મળ્યું છે.
જો કે જન આરોગ્ય અને ખાસ કરીને જ્યારે વરસાદી વાદળિયું વાતાવરણ ઘણા સમયથી હોય આવી પ્રક્રિયા ખૂબ ઝડપે અને રાત દિવસનો વિચાર કર્યા વગર જ કરવી જોઈએ.. જો કે હાલની પરિસ્થિતિ જોતાં સમગ્ર શહેરને ડીડીટીનાં છંટકાવ કરવાની કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થશે એ તો સમય જ કહેશે…. જો કે તંત્ર જાગ્યું છે એ બાબત પ્રશંસનીય છે… આશા રાખીએ કે સાવરકુંડલાના શહેરીજનોનું આરોગ્ય તંદુરસ્ત રહે..આમ પણ વિકાસની વાતો થતી હોય ત્યારે શાસન દ્વારા જન આરોગ્યની સુખાકારી માટે સૌથી વધુ અગત્યતા આપવી જોઈએ એવું બુધ્ધિજીવી વર્ગ ઈચ્છે છે.