કાનપુર
કાનપુર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અશ્વિન અને અમ્પાયર્સ વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન વિકેટ લેવા માટે અશ્વિને નવો પ્રયોગ કર્યો હતો. અશ્વિને એન્ડ ચેન્જ કરી બોલ રિલીઝ કરવાની પદ્ધતિ બદલતાં અમ્પાયર અકળાયા હતા. તેમણે ઈન્ડિયન સ્પિનરને બોલાવી ઠપકો આપતાં કહ્યું કે તું આમ બોલિંગ ન કર, મને દેખાતું નથી અને તું આનાથી ડેન્જર ઝોનમાં પણ પગ મૂકી શકે છે. જાેકે આ વિવાદ વકરતાં અજિંક્ય રહાણે અને રાહુલ દ્રવિડને મધ્યસ્થી કરવી પડી હતી. તો ચાલો રવિચંદ્રન અશ્વિનને પિચથી સ્પિન કરવામાં ખાસ સહાય ન મળતાં બોલિંગ દરમિયાન નવા પ્રયોગો હાથ ધરવા લાગ્યો હતો. તેણે ઈનિંગની ૭૫-૭૯ ઓવર વચ્ચે પોતાની ઓવરમાં બોલિંગ એન્ડની સાથે બોલ રિલીઝ કરવાના સ્ટાન્સમાં ફેરફાર કર્યો હતો, જેને પરિણામે અમ્પાયરે તેને ટકોર કરતાં અશ્વિન ભડક્યો હતો.
મેચ દરમિયાન ફોટો અને વીડિયો દ્વારા કોમેન્ટરી કરી રહેલા આકાશ ચોપરા સહિત અન્ય લોકોએ જણાવ્યું હતું કે અશ્વિન જ્યારે બોલ રિલીઝ કરે છે ત્યારે અમ્પાયરની સામે આવી જાય છે, જેને કારણે તેમનું વિઝન બ્લોક થઈ જાય છે. આ અંગે અમ્પાયર નીતિન મેનને જ્યારે અશ્વિનને ટકોર કરી ત્યારે આ બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થવા લાગી હતી.
રવિચંદ્રન અશ્વિન જ્યારે બોલ રિલીઝ કરે છે ત્યારે તેનો હાથ અને લગભગ શરીર અમ્પયારની સામે આવી જતાં તેમનું વિઝન બ્લોક થઈ જાય છે. આને પરિણામે જાે અમ્પાયરને આઉટ-નોટઆઉટ કે અન્ય ર્નિણય લેવા હોય તો મુશ્કેલી સર્જાઈ શકે છે.
અશ્વિન જ્યારે બોલ રિલીઝ કરીને પછી એક્શન ફિનિશ કરે છે ત્યારે તે નોન સ્ટ્રાઈકરની સામે આવીને ઊભો થઈ જતાં તેને ભાગવામાં થતા અન્ય જજમેન્ટ લેવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.
આ વિવાદ દરમિયાન કોમેન્ટેટર્સ આકાશ ચોપરાએ કહ્યું હતું કે અશ્વિન ડેન્જર ઝોનમાં પણ સ્ટેપઈન કરતો નથી અને બોલિંગ નાખે છે. તેવામાં જાે ક્રિકેટના નિયમો પ્રમાણે જાેવા જઈએ તો આ બરાબર છે. આ પ્રમાણે જાે બોલિંગમાં કોઈ ખેલાડી ફેરફાર કરી નવો પ્રયોગ કરવા માગતો હોય તો એમાં ખોટું નથી. અમ્પયાર અને નોનસ્ટ્રાઈકરને પણ નડે એમ આ બોલ રિલીઝ થાય એનો કોઈ ઉપાય કરવો જાેઈએ.
અશ્વિન અને અમ્પાયર વચ્ચે સતત ચર્ચાઓ ચાલુ રહેતાં ઈન્ડિયન કેપ્ટન રહાણેને મધ્યસ્થી કરવી પડી હતી. આ દરમિયાન રહાણે પણ જાણે અમ્પાયરને ક્રિકેટના નિયમો આધારે અશ્વિન બરાબર બોલિંગ કરી રહ્યો છે એમ કહી રહ્યો હોય એવું લાગું રહ્યું હતું. કેપ્ટન રહાણે આ વિવાદમાં વચ્ચે આવતાં બંને ફિલ્ડ અમ્પાયર્સ એકબીજા સાથે ચર્ચા કરી આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપતા નજરે પડ્યા હતા.
મેદાન પર ચાલતા વિવાદને પરિણામે કોચ રાહુલ દ્રવિડ પણ મેચ રેફરીની કેબિનમાં પહોંચી ગયો હતો. કોમેન્ટેટર્સના જણાવ્યા પ્રમાણે તેમની વચ્ચે પણ બોલિંગ અને ડેન્જરઝોન વચ્ચે ચર્ચા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
૭૩મી ઓવરના ચોથા બોલ પર અશ્વિને લેથમ વિરુદ્ધ ન્મ્ઉ માટે જાેરદાર અપીલ કરી હતી, પરંતુ અમ્પાયર નીતિન મેનને લેથમને નોટઆઉટ આપ્યો હતો. અશ્વિન વિકેટથી સંપૂર્ણ સંતુષ્ટ હતો, પરંતુ ભારતીય ટીમે રિવ્યુ ન લેવાનો ર્નિણય કર્યો હતો. જાેકે પાછળથી બોલ ટ્રેકિંગથી સ્પષ્ટ દેખાઈ આવ્યું કે લાથમ ન્મ્ઉ હતો.


