બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઇ ગઈકાલે પુનાથી આવેલી ટીમે પાલનપુર સહીત આજુબાજુ વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જે બાદ આજે પાલનપુર પાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ એ દાવાનો છંટકાવ અને ફોગીંગની કામગીરી કરવામાં આવી છે.
પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં ચાંદીપુરા વાયરસને લઈ ફોગિંગની કામગીરી કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેથી લોકોએ રાહત અનુભવી હતી. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસોના પગલે પાલનપુર નગરપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરમાં દવા છંટકાવ તેમજ ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પાલનપુર શહેરના દિલ્હી ગેટ, સંજય ચોક, ગુરુ નાનક ચોક, કોઝી,એગોલા રોડ, હનુમાન ટેકરી સહિત જુદા જુદા વિસ્તારોમાં દવાનો છંટકાવ તેમજ ફોર્ગીગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી લોકોએ રાહત અનુભવી હતી.