જામનગર પોલીસ દ્વારા રણમલ તળાવ અને મહાપ્રભુજીની બેઠક પાસે ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી હતી. કાળી ફિલ્મ તથા જરૂરી ડોકયુમેન્ટના મુદ્દે અનેક વાહનચાલકો દંડાયા હતા. આ કાર્યવાહીમાં સિટીએ ડિવિઝનના પીઆઇ એન.એ.ચાવડા અને સ્ટાફ જોડાયો હતો. જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક નજીક સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા ‘સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ’ યોજાઇ હતી. જેમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોરવ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, સીટબેલ્ટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલથી બાઈક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.