વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં કોમર્સમાં બાકી રહેલી બેઠકો ભરવાની માંગણી સાથે વિદ્યાર્થી સંગઠન NSUIના વિદ્યાર્થી અગ્રણીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો અને કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. યુનિવર્સિટીની આર્ટસ, સાયન્સ, હોમ સાયન્સ, પર્ફોર્મિંગ આર્ટસ તેમજ યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓ દ્વારા બાકી રહેલી બેઠકો જાહેર કરવામાં આવી છે.
પરંતુ કોમર્સ ફેકલ્ટી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી બહાર પાડવામાં આવી નથી. જેથી કોમર્સમાં એડમિશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ મળી શકે તેવી માંગણી સાથે NSUIના તેજસ રોય, હિત પ્રજાપતિ, આતીફ મલેક સહિત વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ ખાતે વિરોધ દર્શાવી ફેકલ્ટી ડીનને રજૂઆત કરી હતી.