Gujarat

યાત્રાધામ અંબાજી સ્વયંભૂ સજ્જડ બંધ રાખી પોલીસ ને આપ્યો આવેદનપત્ર

અંબાજીમાં અસામાજિક તત્વોના ત્રાસ વધતા ગામ જનોએ વેપાર ધંધો બંધ રાખી રોસ ઠાલવ્યો
યાત્રાધામ અંબાજી ખાતે અસામાજિક તત્વો દ્વારા બનતી ઘટનાઓને લઈ બુધવારે અંબાજી બંધ રાખવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી અંબાજીમાં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે ચાલુ બાઈક પર આવે છે અને ગળામાં પહેરેલી ચેન ખેંચવી  અથવા તો મોબાઈલ ખેંચી રફુ ચક્કર થઈ જવું અને દિવસેને દિવસે અંબાજીમાં ચોરીની ઘટનાઓમાં પણ વધારો થયો છે અને ધોળા દિવસે કોઈના પણ દુકાન ઉપર હુમલો કરે છે અને માલ સામાન વગર પૈસે લઈ જાય છે તેના ત્રાસના કારણે ગામજનો રોસે ભરાયા અને વેપાર ધંધો બુધવારે બંધ રાખ્યો હતો અને અંબાજી ને જોડતા રસ્તાઓ જે આબુરોડ તરફનો રસ્તો હોય કે પછી દાંતા કે હડાદ થી અંબાજી આવવાનો રસ્તો હોય ત્યાં ગામજનો જોડે જે ઘટનાઓ બને છે જેમ કે ગાડીને કાચ તોડી હુમલો કરવો કે પછી ત્યાં કોઈને લૂંટી લેવો એવી અનેક ઘટનાઓ બનતી હોય છે એવી જ એક ઘટના જ્યારે સાંજના સુમારે અંબાજી ખાતે એક મેડિકલ સ્ટોર પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેને લઇ અંબાજી બંધનું એલાન કરવામાં આવ્યું હતું પણ જ્યારે હુમલાખોરોની ધરપકડ થઈ અને પોલીસ દ્વારા ગામ લોકોને બાહેધરી આપવામાં આવી તો પણ અંબાજી ગામના લોકો દ્વારા સ્વયંભૂ અંબાજી બંધ રાખી ફરી આવી ઘટના અંબાજીમાં ના બને તેને લઈ ગામ લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને અંબાજી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું