Gujarat

ગીરગઢડાના ખિલાવડ-ઈટવાયા રોડ પર એક સાથે 11 સિંહોનું ટોળું રસ્તો પસાર કરતા વાહનો થંભી ગયા…વિડિયો વાયરલ..

ગીર જંગલની બોર્ડર નજી આવેલ ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર સિંહોનાં આટાફેરા જોવા મળતા હોય છે. ત્યારે રાત્રીના સમયે એક સાથે સિંહ પરિવારનું ટોળુ ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં નીકળ્યા હોય તેમ ત્યારે ગત રાત્રી ગીરગઢડા તાલુકાના  ખિલાવડ-ઈટવાયા રોડ પર એક સાથે 11 સિંહોનું ટોળું રસ્તો પસાર કરતા જોવાં મળી રહ્યા છે. જે વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો.

આ વીડિયોમાં એક સાથે તેર સિંહ લાઈનમાં રસ્તો ક્રોસ કરી રહ્યા છે ત્યારે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પોતાના વાહનો થંભાવી દીધા હતા. જોકે આ સિંહનું ટોળુ જોઈ વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો હતો. જે વીડિયોમાં આ સિંહ રસ્તો પસાર કરે છે ત્યારે કારમા વ્યક્તિ સિંહોની સંખ્યા ગણે છે જેમાં એક પછી એક નાના મોટાં અગિયાર સિંહો રસ્તો પસાર થઈ છે અને કહે છે ટુવીલર લઇને નિકળ્યા હોયને ભેટી ગયાં હોય તો…આમ તમામ સિંહ પરિવાર ગ્રામ્ય સીમ વિસ્તારમાં જતાં રહ્યા હતા. જે વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો. આવા દ્રશ્ય જોવા હોય તો ગીરમાં જ જોવાં મળતા હોય છે. પરંતું આ સિંહનું ટોળું રેવન્યુ વિસ્તારમાં જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.