Gujarat

હાઈવે પર પશુઓના કારણે ત્રિપલ અકસ્માત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ વરસાદી વાતાવરણ હોય રસ્તા ભીના હોય રોડ કોરા હોય ત્યાં બેસતા પશુઓ વાહન ચાલકોની હડફેટે આવતા રોજ નાના મોટા અકસ્માતો થાય છે.

ખંભાળીયામાં દ્વારકા ખંભાળીયા હાઇવે પર કુહાડીયા ગામના પાટિયા પાસે રસ્તામાં બેઠેલા પશુઓને કારણે એક ઇનોવા કાર, બોલેરો જીપ અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો હતો. વાહન ચાલકોને તો કંઈ થયું નહિ પણ રસ્તામાં બેઠેલ એક નંદી મૃત્યુ પામ્યો હતો.

તો બે નંદીને એનિમલ કેર દ્વારા સારવાર માટે પહોંચાડવામાં આવ્યા હતા. હર્ષદપુર પાસે તત્વ હોટલ નજીક પણ એક ગાયને કોઈ મોટા વાહન ચાલકે હડફેટે લેતા તેનું મોત નિપજ્યુ હતું તો અન્ય ત્રણેક સ્થળે રસ્તા પર રખડતા ગૌવંશને ઇજાઓ પહોંચી હતી.