Gujarat

ભરૂચમાં અનુસૂચિત પરિવારના સામુહિક આપઘાતનો મામલો..

અમદાવાદના એક સંતાનના બાપ વિધર્મી જીમ ટ્રેનર રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એક્ટ્રોસિટીનો ગુનો દાખલ.. માતાની ધરપકડ..
ભરૂચ રેલ્વે સિનિયર સેક્શન એન્જીનીયરે પત્નીના આપઘાત બાદ પતિએ બાળકની હત્યા કરી અંકલેશ્વર રેલ્વે ટ્રેક ઉપર પડતું મૂક્યું હતું
રેલવે સિનિયર સેક્શન એન્જીનીયરે ૧૨ પાનની અને અંતિમ સમયે બે પાનની સ્યુસાઈટ નોટમાં રાજા શેખ સાથે પત્નીના આડા સંબંધના આક્ષેપ કરતા દુષ્પ્રેરણા દાખલ  
ભરૂચ રેલવે સિનિયર સેક્શન એન્જીનીયર ની પત્નીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ બેડરૂમમાં સુતેલા પોતાના બાળકનું ગળું દબાવી હત્યા કરી પોતે અંકલેશ્વરના ગડખોલ રેલવે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતું મૂકી સામુહિક આત્મહત્યા પ્રકરણ માં મૃતક રેલવે   સિનિયર સેક્શન એન્જીનીયરે લખેલી બે સ્યુસાઈટ નોટ પોતાના પિતાને મોકલી રાજા શેખ નામના વ્યક્તિએ તેનું જીવન બરબાદ કર્યું હોવાના આક્ષેપ કરતા આખરે પોલીસે જિમ ટ્રેનર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદી મૃતકના પિતા જાદવભાઈ મકવાણાએ અંકલેશ્વર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કર્યો છે કે ગત તારીખ ૦૩-૦૭-૨૦૨૪ ના રોજ ફરિયાદી તેમના ઘરે મોડી રાત્રે એટલે કે ૧૨ વાગ્યા પછી ૦૪-૦૭-૨૦૨૪ ના રોજ ૧:૧૧ કલાકે જાગ્યા હતા અને તેઓએ મોબાઈલ ફોન ચેક કરતા પુત્ર જતીનના મોબાઈલના વોટ્સએપ ઉપરથી મેસેજ આવ્યો હતો.જેમાં નવ મેસેજ અને ત્રણ પીડીએફ ફાઈલ હતી.જેમાં મેસેજ લખેલા કે પપ્પા તૃપલે સ્યુસાઈટ કરી લીધો છે,મેં વિહાન (બાળક) ને મારી નાંખ્યો છે અને હું હવે સ્યુસાઈટ કરવા જઉં છું,ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેનમાં માફ કરજો બધા,શાંતિથી રહેજો,રાજા શેખને ના મુકતા પોલીસ કેસ કરજો,સમાજમાં બધાને ખબર પડે એમકે જોકે આવું થાય છે,બધા સાંભળીને રહે,ભારતીબેનને પણ ના માફ કરતા,અભિનંદન સરનો મોબાઈલ છે નંબર છે એમની સાથે વાત કરજો મારા મેસેજ મળે એટલે જેવા ગંભીર મેસેજો સગા દીકરા જતીન મકવાણાએ પોતાના પિતાને કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.
અમદાવાદના જીમ ટ્રેનર રાજા શેખ ઉર્ફે ખલિલ ફુઝઝામા શેખ જતીન મકવાણાની પત્ની સાથે આડા સંબંધ રાખી આખું પરિવાર બર્બદ કર્યું હોય તેવા આક્ષેપ પણ સ્યુસાઈટ નોટમાં કર્યા હતા અને પોલીસે મૃતકોના મોબાઈલ કબ્જે કરતા શ્રદ્ધાબેન જૈમીની જીમ અને લીપિકા મેમ જિમ 2 નામથી સેવ કરેલા વોટસઅપના સ્ક્રીન સ્લોટ મળી આવ્યા હતા.જેમાં ૨૦-૦૩-૨૦૨૪ ના રોજ પણ મૃતક તૃપલે પ્રેમી રાજા શેખ સાથે વાત કરી હોવાનું પણ મળી આવ્યું છે અને આખી લાઈફ રાજા શેખે બરબાદ કરી હોય તેવા આક્ષેપો પણ સ્યુસાઈટ નોટમાં હોવાના કારણે મૃતક ના પિતા જાદવભાઈ મકવાણા એ અંકલેશ્વર સીટી પોલીસ મથકમાં રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
  રાજા શેખની માતા ફકરૂનનિશા શેખની અમદાવાદથી ઘરપકડ કરાઈ હોવાના અહેવાલ 
જતીન મકવાણાએ આપઘાત પહેલા લખેલી સ્યુસાઈટ નોટમાં રાજા શેખની માતા ફકરૂનનિશા અબ્દુલ જબાર મહંમદ ઉસ્માન શેખ રહે શાહી મસ્જિદ અમદાવાદનાઓએ પણ દુષ્પ્રેરણામાં સહભાગી હોય તેવા આક્ષેપ સ્યુસાઈટ નોટમાં હોવાનું તેમજ તૃપલને તારો પતિ તને ન રાખે તો અહીં આવી જજે તેમ કહી અનુસૂચિત પરિવારનું ઘર તોડવું અને આપઘાતની દુષ્પ્રેરણા આપી હોય અને સામુહિક આત્મહત્યામાં રાજા શેખની માતાની પણ ભૂમિકા સામે આવતા તેની પણ ઘરપકડ કરવામાં આવી છે.
વોન્ટેડ રાજા શેખે આગોતરા જામીન અરજી અંકલેશ્વર કોર્ટમાં મુકતા કોર્ટે જામીન અરજી ફગાવી 
અનુસૂચિત જાતિના પરિવારનું ઘર નહિ વસવા દેતા અને દંપતી વચ્ચે લંગરયુ નાંખી આખું પરિવાર બરબાદ કરનાર જીમ ટ્રેનર રાજા શેખ સામે ઠોસ પુરાવા હોવાના કારણે રેલવે સિનિયર સેક્શન એન્જીનીયર મૃતક જતીન મકવાણાના પિતાએ તમામ અંતિમ ક્રિયાની વિધિ પૂર્ણ થયા બાદ પોલીસ ફરિયાદ આપી હતી.જેમાં રાજા શેખે દીકરા સહીત તેની પત્નીને સામુહિક આપઘાતની દુષ્પ્રેરણા આપી હોય તેવા આક્ષેપ કરતા રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી દાખલ થતા તેને જામીન અરજી અંકલેશ્વર ની કોર્ટમાં મૂકી હતી.જે અરજી પણ કોર્ટે ફગાવી હોવાનું સામે આવ્યું છે.
રાજા શેખ હજુ નામદાર હાઇકોર્ટના કોર્ટના દ્વાર ખખડાવશે કે પોલીસ તેને દબોચી લેશે 
અનુસૂચિત જાતિના અને રેલવે સિનિયર સેક્શન એન્જીનીયર જતીન મકવાણા અને તેની પત્નીના સામુહિક આપઘાત સાથે બાળકના પણ મોત પ્રકરણ માં આખરે અમદાવાદના વસ્ત્રાલના જીમ ટ્રેનર સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી દાખલ થતા અને માતાની ઘરપકડ થતા જીમ ટ્રેનર રાજા શેખે અંકલેશ્વરની કોર્ટના આગોતરા જામીન અરજી મુકતા કોર્ટે જામીન અરજી ફગાવી હતી અને હજુ રાજા શેખ નામદાર હાઇકોર્ટના કોર્ટના દ્વાર ખખડાવે છે કે પોલીસ તેને દબોચી લે છે તે જોવું રહ્યું.
પતિ પત્ની વચ્ચે લંગરીયુ નાંખનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો 
ઘણી વખત પતિ,પત્ની ઔર વોહ ના ખેલ ગંભીર સ્વરૂપ લઈ લેતા હોય છે અને આવા કિસ્સાઓ સોશ્યલ મીડિયાના જમાનામાં વધુ પડતા બની રહ્યા છે.આવાજ કિસ્સા એ ભરૂચ રેલવે સિનિયર સેક્શન એન્જીનીયર નું આખું પરિવાર બરબાદ કરી નાંખ્યું છે.જેથી પતિ,પત્ની ઔર વોહ ની રમત રમનારાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો માનવામાં આવી રહ્યો છે.
સામૂહિક દૂષપ્રેરણાના સમયે આરોપીનું લોકેશન ભરૂચનું જ હોવાના ફેસબુકના સ્ક્રીનશોટ પણ આવ્યા સામે
ભરૂચ રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરના પરિવારના આપઘાત પ્રકરણમાં વિધર્મી રાજા શેખનું લોકેશન પણ ઘટનાના સમયે ભરૂચ અંકલેશ્વર વચ્ચેનું ફેશબુક ઉપર હોવાનું સામે આવ્યું છે જેના પગલે ઘણા પુરાવા પણ મળી આવ્યા છે ત્યારે રાજા શેખ સામૂહિક પરિવારના આપઘાત પ્રકરણમાં સમયે ભરૂચ અંકલેશ્વર વચ્ચે કેમ હતો અને મરનાર તૃપલ સાથે મુલાકાત થઈ છે કે કેમ તેવા અનેક અસરો ઊભા થતાં હાલ તો સમગ્ર મામલો વધુ પેચિદો બની ગયો છે
સામુહીક આપઘાત પ્રકરણમાં રાજા શેખ ઉર્ફે ખલીલ ફુઝઝામા શેખ એક સંતાનો પિતા હોવાનું ભાંડો ફૂટ્યો
સામૂહિક આપઘાત પ્રકરણમાં રાજા શેખ ઉર્ફે ખલીલ ફુઝઝામા શેખ પરિણીત હોય અને એક સંતાનો પિતા હોવા છતાં એક અનુસૂચિત જાતિના પરિવારમાં મહિલા ને પ્રેમ જાળમાં ફસાવી હોય આડા સંબંધ રાખ્યા હોય તેવા ચોકાવનારા અહેવાલો સામે આવતા લગ્ન-લગ્ન કુવારો હોવાનો જીમ ટ્રેનર અનુભવ કરી રહ્યો હોય તેવું પણ ફલિત થઈ રહ્યું છે
વિરલ ગોહિલ, ભરૂચ