Gujarat

સ્પર્ધાત્મક પરીક્ષા માટે માંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ

સ્પર્ધાત્મક પરીક્ષા માટે માંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ, CCE, સબ એડિટર, સિનિયર સર્વેયર, મદદનીશ એન્જિનિયર, ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સ્વર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિને ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતો હતું.
કે સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય પારદર્શી પેપર સહિત ફૂલ સહિત છે. પરંતુ છેલ્લી લેવાયેલ તમામ પરીક્ષાઓમાં પદ્ધતિ ખરી ઉતરી નથી. તેના કારણે અનેક છબરડા સામે આવ્યા છે. જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.