Gujarat

જિલ્લામાં ઓનલાઇન ફ્રોડમાં 6 મહિનામાં લોકોએ રૂપિયા 11.09 કરોડ ગુમાવ્યા

જામનગર સાયબર પોલીસ સ્ટેશનને જાન્યુઆરીથી જૂન 2024 સુધીના સમયગાળા દરમિયાન રૂ.11,09,31,460 જિલ્લાની જનતાએ ગુમાવ્યાની ફરિયાદ મળી હતી. જે તમામ ફરિયાદના અનુસંધાને સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે 4.69 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરાવી દેવામાં આવી છે.

જેમાં સ્થાનિક અરજીઓ તથા એફ.આઈ.આર પરથી 4.23 લાખની રકમ પરત પણ અપાવી દીધી છે. નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અરજીઓ પરથી 1,93,54,000ની રકમ પરત અપાવવાની કામગીરી ચાલુછે. તા.31-7-2024ના 2 ગુના નોંધાયા છે.

જેમાં કુલ રૂ.75,36,000નું ફ્રોડ થયેલું હોય રૂ.31,00,000 હોલ્ડ થયું છેે. જે પરત અપાવવાની કામગીરી હાલ પો.સ્ટે ખાતેથી કરવામા આવી છે,તેમ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જો સાઇબર ક્રાઇમ થાય તો તાત્કાલિક હેલ્પલાઇન નં. 1930 ઉપર ફોન કરવોે. નેશનલ ટાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર www.cybercrime.go v.in ઉપર પણ જાણ કરી શકાય છે આ હેલ્પલાઇન 24 x 7 દરમ્યાન કાર્યરત રહે છે.