Entertainment

‘તારક મહેતા…’ ફેમ બબીતાએ દયાબેનને યાદ કર્યા, કહ્યું- ‘અમે આજે પણ તેમના વિશે વાત કરીએ છીએ’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી ઘણા સમયથી શોમાં જોવા મળી નથી. તાજેતરની વાતચીતમાં, શોમાં બબીતાનું પાત્ર ભજવતી મુનમુન દત્તાએ દિશાની ખોટ સાલતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે તે તેમને ખૂબ મિસ કરે છે.

ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં મુનમુન દત્તાએ કહ્યું, ‘અમે હંમેશા તેમને યાદ કરીએ છીએ જે અમને છોડીને ચાલ્યા ગયા છે, ત્યાં સુધી કે એમને પણ જેમણે શો છોડી દીધો છે. હું દિશાને ખૂબ મિસ કરું છું.

અમે જ્યારે પણ આનંદથી વાતો કરતા હોઈએ છીએ ત્યારે તેને યાદ કરીને કહીએ છીએ કે, દિશાએ આ ક્યારે કહ્યું હતું તે યાદ છે? અમારી પાસે તેની ઘણી સારી યાદો છે. જ્યારે પણ દિશાને અજાણ્યા નંબરો પરથી કોલ આવતા ત્યારે તે ઉપાડતા પહેલા પોતાનો અવાજ બદલી નાખતી હતી.’ દયાબેનના રોલમાં દિશા વાકાણીને દર્શકોએ ખૂબ વખાણી હતી. જોકે, તે 2017થી શોમાં જોવા મળી નથી. દિશા પ્રસૂતિ રજા પર ગઈ હતી અને ત્યારથી તે પાછી ફરી નથી.