ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીનાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ….
જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે વડીવાડા ગામના બસ સ્ટેશન પાસે રોડ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૧,૨૩,૭૯૫/-નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારુતી સુઝુકી કંપનીની ગ્રાન્ડ વિટારા જેનો રજી.નં.GJ-06 PL-8978 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

