Gujarat

ગીરગઢડાના દ્રોણેશ્વર મંદિરે ભોજન પ્રસાદની વ્યવસ્થા

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવતાં યાત્રાળુઓ માટે જલારામ મિત્રો મંડળ નાં યુવાનો સેવા આપશે

ગીરગઢડા નાં ઐતિહાસિક ધાર્મિક સ્થળ ગીર ની ગોદમાં આવેલા દ્રોણેશ્વર મંદીર ખાતે દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં આવતાં સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ ભરનાં યાત્રાળુઓ ને ભોજન પ્રસાદ માટે તકલીફ પડે નહીં તેને ધ્યાને રાખીને દર વર્ષે દોણેશ્વર મહાદેવ મંદિરે આવતાં શ્રધ્ધાળુઓ માટે ભોજન પ્રસાદ અને ફરાળ ની વ્યવસ્થા કરાયેલ છે.

ઊના જય જલારામ મિત્રો મંડળ દ્વારા દાતા ઓનાં સહયોગ થી દર્શને આવતા યાત્રિકો અને ધર્મ પ્રેમી જનતા માટે આખા શ્રાવણ માસ દરમિયાન બપોરે એક ટાઈમ ભોજન પ્રસાદ તેમજ ફરાળ ની વ્યવસ્થા ની સેવાકીય પ્રવૃત્તિ શ્રાવણ માસ નાં પ્રથમ દિવસ થી બપોરે 11:30 થી 1:30સુધી આખા શ્રાવણ માસ સુધી ભોજન પ્રસાદ વિતરણ વ્યવસ્થા જલારામ મિત્રો મંડળ નાં યુવાનો દ્વારા પુરી પાડવામાં આવશે સેવા નું કાર્ય દોણેશ્રવર પૂરાણીક મંદીર ખાતે આવતાં તમામ દર્શનાર્થીઓ ભોજન પ્રસાદ નો લાભ લેવા જય જલારામ મિત્રો મંડળ ની યાદી જણાવે છે આ બાબતે વધુ સંપર્ક મશરૂભાઈ મોબાઈલ નંબર 9426133505 કરવાં જણાવેલ છે.