દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીના વડપણ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખંભાળિયાના બસ સ્ટેન્ડ સામે આવેલી પ્રાંત ઓફિસના વિશાળ પટાંગણમાં અહીંના એસ.ડી.એમ. કે.કે. કરમટાના માર્ગદર્શન હેઠળ મામલતદાર વી.કે. વરુ તથા સ્ટાફ ઉપરાંત વકીલ મંડળના સભ્યો દ્વારા જુદા જુદા પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જેમાં પ્રકૃતિ પ્રેમી આલાભાઈ ગોજીયા સાથે અહીં વિવિધ પ્રકારના 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હતું.

ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં લોકો સ્વૈચ્છિક રીતે પોતાની નૈતિક ફરજ સમજીને વૃક્ષોનું વાવેતર તેમજ જતન કરે તે માટે પ્રાંત અધિકારી કે.કે. કરમટા દ્વારા અપીલ કરવામાં આવી છે.


