Entertainment

ફિનાલેમાં રેપર નેઝીને હરાવીને ટ્રોફી અને 25 લાખ રૂપિયા જીત્યા

મોડલ અને એક્ટ્રેસ સના મકબૂલ ‘બિગ બોસ OTT 3’ની વિજેતા બની છે. સનાએ શુક્રવાર, 2 ઓગસ્ટના રોજ આયોજિત ગ્રાન્ડ ફિનાલેમાં રેપર નેઝીને હરાવ્યો હતો. વિજેતા તરીકે સનાને ટ્રોફી અને 25 લાખ રૂપિયા મળ્યા.

સનાને ટ્રોફી આપતા શોના હોસ્ટ અનિલ કપૂર

ટ્રોફી જીત્યા બાદ સના ભાવુક થઈ ગઈ અને ત્યાં હાજર તેમની માતાને ગળે લગાવી. સનાની બહેન અને કથિત બોયફ્રેન્ડ શ્રીકાંત બુરેડી પણ તેને ટેકો આપવા માટે ફિનાલેમાં સેટ પર હાજર હતા.