Gujarat

માંગરોળ શહેરમાં ઠેરઠેર ખાડાઓનુ સામ્રાજ્ય..

મુખ્ય રસ્તાઓ પર ખાડાઓ ખાબોચીયાના સામ્રાજ્ય થી રાહદારીઓ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં રસ્તાઓથી પ્રજા ત્રસ્ત તંત્ર મસ્ત જેવો ઘાટ છે
છેલ્લા ઘણા સમયથી માંગરોળ શહેરમાં વરસાદ વરસતા મોટાભાગના રસ્તાઓનુ ધોવાણ થતા જ્યાં જુઓ ત્યા ખાડા અને પાણીના ખાબોચીયાઓથી લોકો પરેશાન છે  રસ્તાઓનુ ધોવાણ થતા ખાડાઓમાં તેની કાકરીઓ ભરાઈ જતા મોટર સાઇકલો સ્લીપ થવાના બનાવો બન્યા છે કાકરી નાખીછે તે તમામ પ્રજાના રુપિયા પાણી મા ગયા છે અને કાકરી નાખનાર કોન્ટ્રાક્ટર ને જ માત્ર ફાયદો થયેલ છે તેવુ લોકો કહી રહ્યા છે
શહેરના બસ્ટેશન રોડ, લીમડાચોક, બંદર જાપા, જેલ રોડ,બહારકોટ જેવા મુખ્ય વિસ્તારોમાં તો વાહનો ની કમર તોડી નાખે તેવા રસ્તાઓ બિસ્માર બન્યા છે અહિથી રોજબરોજ હજારો લોકો વાહનચાલકો, સ્કુલના વિધાર્થીઓ, દર્દીઓ એમ્બ્યુલન્સો પસાર થતી હોય ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાઓ ની યોગ્ય કામગીરી કરવા લોકો માંગ કરી રહ્યા છે
માંગરોળ શહેરમાં હાલતો ખાડાનગરી જેવી પરિસ્થીતિ સર્જાઈ છે અને લોકો રાહદારીઓ વાહનચાલકો પરેશાની ભોગવવી રહ્યા છે પરંતુ આ બાબતે યોગ્ય ઉકેલ ક્યારે આવે તે જોવાનુ રહ્યુ ,,