તારીખ ૪-૮-૨૪ ને રવિવારનાં રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે શાળાકિય જિલ્લા કક્ષાની અંડર ૧૪,૧૭ અને ૧૯ બેઝ બોલ સ્પર્ધા ગુજરાત સરકારશ્રી નાં રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃ્તિઓના વિભાગ તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અમરેલી દ્વારા ૬૮ મી અખિલ ભારતીય શાળાકિય બેઝ બોલ સ્પર્ધાનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાનાં યજમાન પદે થયું હતું જે કાર્યક્રમમાં સંસ્થાનાં અધ્યક્ષ શાસ્ત્રી સ્વામી ભગવત સ્વામીનાં માર્ગદર્શન હેઠળ તેમજ પ્રમુખ શ્રી શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામીનાં આશીર્વાદથી આ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ એવાં સાવરકુંડલા – લીલીયા પંથકમાંનાં લોક લાડીલા જન પ્રતિનિધિ શ્રી મહેશભાઈ કસવાલાં સાહેબની સાથે અમરેલી જિલ્લાના રમત ગમત અધિકારી પૂનમબેન , અમરેલી જિલ્લાના વ્યાયામ સંઘ પ્રમુખ શ્રી પી. ડી. મિયાણી સાહેબ, અમરેલી જિલ્લાના વ્યાયામ સંઘના મહામંત્રી શ્રી બીપીનભાઈ રાઠોડ , સાવરકુંડલા તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરિયા, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા વન વિભાગના અધિકારી શ્રી પ્રતાપભાઈ, સાવરકુંડલા નગર સેવા સદનનાં પ્રમુખ શ્રી મેહૂલભાઈ ત્રિવેદી , રાજકોટથી પધારેલા ડો. રોમલ પટેલ, અમરેલીથી પધારેલા શ્રી જેઠવા સાહેબ, ધારીથી પધારેલા શ્રી ડી. એલ. ચાવડા, સાવરકુંડલાના સદસ્ય કિશોરભાઈ બુહા, તમામ પ્રેસ રિપોર્ટરશ્રીઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ તથા શાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ જેમાં ગુરુકુલ શાળાના શ્રી દીપકભાઈ વાળા, દિગ્વિજયસિંહ ઝાલા, જેસર રોડ ગુરુકુલનાં ખોડીદાસ વેકરિયા, મીન્ટુ સર , હરેશભાઈ મહેતા અને યજમાન શાળાના પ્રિન્સીપાલ વૈશાલી મેડમ હાજર રહ્યા હતા.

ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્રારા વિદ્યાર્થિઓને જીવનમાં રમતોનું મહત્વ બતાવતા જણાવ્યું હતુ કે રમત દ્વારા ત્રણ બાબતો જીવનમાં શીખી શકાય છે જેમાં પ્રથમ આપણામાં શારીરિક શક્તિઓ ખીલે છે, દ્વિતીય મનની એકાગ્રતા મળે છે અને તૃતીય ખેલદિલીનો ભાવ પ્રગટ થાય છે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત સ્વામી દ્વારા કરવામાં આવેલ જયારે કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી ગિરીશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ.
બિપીન પાંધી

