ઉનાના ખોડીયાર નગર વિસ્તાર માથી જાહેરમાં જુગાર રમતાં હોવાની ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા 10 શખ્સોને પોલીસે રોકડ રકમ સાહિત્ય સહીત પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઉના ખોડીયાર નગરમાં બાપા સીતારામ મંદિરના ચોરાની પાસે જાહેરમાં ગંજીપતાના પૈસા પાના વડે તીનપતીથી હાર-જીતનો જુગાર રમી રમાડતા હોવા અંગેની ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરતા વિજય લખમણભાઇ ચૌહાણ, મનિષ મોહનભાઈ ચુડાસમા, મેહુલ રામભાઈ ચુડાસમા, દિનેશ છગનભાઇ સોલંકી, સંજય ભુપતભાઇ ચૌહાણ, રાહુલ રામભાઈ ચુડાસમા, રાહુલભાઈ ચનાભાઇ મેવાડા, બાબુ ઉકાભાઈ વાંજા, ગૌતમ અશ્વિનભાઈ રાઠોડ, સાગર રવિભાઈ સોલંકીને જુગારના સાહીત્ય તથા રોકડ રૂ. 45,010ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ ઉનાનાઓ દ્વારા પદારૂ-જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત- નાબુદ કરવા સખત સુચના કરેલ હોય જે અંગે ઉના પો.ઇન્સ. એમ.એન.રાણાની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસના માણસોની ટીમો બનાવી દારૂ-જુગારના ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ આજરોજ સર્વલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ આર.પી.જાદવ, રાહુલભાઈ નારણભાઇ છેલાણા, વિજયભાઇ દદાભાઇ ચૌહાણ સહીત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુક્ત બાતમી આધારે રેડ કરી જુગારીઓને ઝડપી પાડયા હતા.

