ધોળકા ખાતે શનિ અને રવિવારે બનેલી 2 ઘટનામાં શહેરના 2 વિસ્તારમાં વરસાદના કારણે મકાન તેમજ મકાનનુ ધાબુ બેસી જતા થોડો સમય શહેરમાં અફરા તફરી મચી ગઈ હતી. જોકે આ બંને ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી હતી. રવિવારે રાત્રે આશરે એક વાગ્યાના સુમારે ટાવર બજારથી કલિકુંડ તરફના મેઈન રોડ ઉપર પીરાન પીરના છીલ્લા વિસ્તારમાં આવેલું એક જર્જરિત બંધ મકાન ધડાકાભેર તૂટી પડતા આસપાસ રહેતા લોકો ભરઉંઘ માંથી જાગી ગયા હતા.
આ તૂટી પડેલા વર્ષો જુના મકાનનાં કાટમાળનાં કારણે ત્યાં નજીક પાર્ક કરેલી એક લોડિંગ રીક્ષાને નુકશાન થયું હતું. જોકે, સદનસીબે આ બનાવ મોડી રાત્રે બન્યો હોવાથી પીરાન પીરના છીલ્લા રોડ ઉપર અવર જવર ઓછી હોવાથી જાનહાની ટળી હતી.
આ મકાન માલિકનું નામ રાજેશભાઈ શાંતિભાઈ રાણા રહે પીરાન પીરના છીલ્લા પાસે આવેલું ગઈકાલે રાત્રે અત્યંત જર્જરિત હોવા ને કારણે પડી ગયું હતું આ મકાન પકોડી વાળાને ભાડે આપ્યું હતું આ મકાનનો ઉપયોગ પકોડી બનાવવા પૂરતો જ કરતા હતા ધાબું બેસી જતા પરિવારજનોમાં નાસભાગ મચી હતી વેજલપુર ગોલવાડ વિસ્તારમાં શનિવારે રાત્રે વધારે વરસાદ પ઼ડતા બનેલી આ ઘટનામાં હર્ષદભાઈ મોહનભાઈ રાણાના મકાનનું ધાબુ બેસી ગયું હતું
જેના કારણે પરિવારજનોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો બે દિવસ પહેલા જ આ પરિવાર નવા મકાનમાં રહેવા આવ્યા હતા આ દરમિયાન શનિવારે વધારે વરસાદ આવતા તેમના મકાનનું ધાબુ બેસી ગયું હતું .આવી ઘટના બનતા શહેરમાં બારે ચકચાર મચી હતી.

