Gujarat

દ્વારકા-નાગેશ્વરનો માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાયો

સોમવારથી શ્રાવણ માસ શરૂ થયો છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓ હરી સાથે હરના દર્શન કરવા પણ અધીરા હોય છે. દ્વારકાની ભાગોળે વીશેક કિલોમીટર દુર સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા લોકોને જવામાં ખૂબ જ અગવડતા પડી રહી છે, કારણ કે થોડા દિવસો પુર્વુેના અતિ ભારે વરસાદના કારણે દ્વારકા નાગેશ્વર રોડ મગરની પીઠ સમાન બન્યો છે.

ઠેર ઠેર મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહનોના અકસ્માત થવાનો ભય રહે છે અને ટુ-વ્હીલર તો ચલાવવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. શ્રાવણ મહિનામાં આવતા ભક્તોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહયો છે.

દરરોજ મોટી સંખ્યામાં દુર દુરથી આવતા ભાવિકોના પ્રવાહને લક્ષમાં રાખી આવા ગમન માટેના આ માર્ગને યુદ્ધના ધોરણે નવો અથવા પેચ કાર્ય કરી હાલ પૂરતો ત્વરિત રીપેરીંગ કરવા શિવ ભક્તોની માંગ ઉઠવા પામી છે.