Gujarat

દેવભૂમિ દ્વારકા NSUI દ્વારા કલેક્ટરને રજૂઆત, સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પધ્ધતિ નાબૂદ કરવા આવેદન અપાયું

છેલ્લા ઘણાં સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ, સી.સી.ઈ., સબ ઓડિટર, સિનિયર સર્વેયર, મદદનીશ ઇજનેર, સિવિલ ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ સી.બી.આર.ટી. પદ્ધતિ દ્રારા લેવામાં આવી છે. આ પદ્ધતિથી મહેનતુ વિદ્યાર્થીઓને નુકસાન થાય છે તેવી બાબતો રજૂ કરી એન.એસ.યુ.આઈ. દ્વારા આ પદ્ધતિ નાબુદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવેલ, તેમાં ફક્ત નામ જ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઈઝેશન પહેલા અને બાદના માર્કસ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માગ ફોરેસ્ટના ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. જો ગુજરાતની પોલિસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરીટ યાદી જાહેર કરે છે. તો ગૌણ સેવા શા માટે ન કરી શકે? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.

આમ, આ તમામ મુદ્દાઓને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા એન.એસ.યુ.આઈ. દ્વારા ખંભાળિયામાં કલેકટરને આવેદનપત્ર આપી, સવિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.