ખંભાળિયામાં કલ્યાણ બાગથી ઘી ડેમ તરફ જતા રસ્તા પર લોકો જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. હાલમાં પડેલા અવિરત વરસાદના કારણે ઘી ડેમના પાણીનો પ્રવાહ વહેતો હોય આ રસ્તા પર આવેલ કોઝવે પુલ વર્ષો પહેલા તૂટી ગયો હોવાથી લોકોને જીવના જોખમે પાણીની પાઇપલાઈન ઉપરથી જોખમી રીતે પસાર થવા વિવશ થયા છે.

નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા હોય સામે કાંઠે આવેલ વિસ્તારના 300થી વધુ લોકો જીવના જોખમે પાણીની પાઇપ લાઈન ઉપરથી પસાર થવું પડે છે.

આટલું જ નહી સ્કૂલે જતા બાળકો પણ અહીંથી જોખમી રીતે પસાર થતા જોવા મળ્યા છે. નદીના સામે કાઠે રહેતા 300 થી વધુ લોકોને અવરજવર માટે પાઇપ લાઈન ઉપરથી ચાલીને તેમજ બાઈક સાથે જોખમી રીતે પસાર થવું પડે છે.

આવા જોખમીરૂપે પસાર થતા મોટી દુર્ઘટનાને આમંત્રણ આપવા જેવું છે. એ છતા આવી જોખમી સ્થિતિ વચ્ચે લોકો પાઇપ લાઈન પરથી પસાર થતા નજરે પડ્યાં હતા. અહીં રહેતા લોકોના જણાવ્યા મુજબ ઘરે જવા માટે 9 કિલોમીટર ફરીને જવું પડતું હોઈ લોકો જોખમી રીતે પાઇપ લાઈન પરથી જોખમી રીતે પસાર થવા મજબુર છે.


