Gujarat

કવાટ તાલુકા પંચાયતનાં પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, મિલન રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાયા

છોટાઉદેપુર જિલ્લાની કવાંટ તાલુકા પંચાયત માં ખાલી પડેલી પ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 26 સભ્યોમાંથી ભાજપના 16 સભ્યોએ પક્ષ દ્વારા આપેલ મેન્ડેડ એવા મિલન રાઠવા તરફી મતદાન કરતા મિલન રાઠવા કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયા છે. કવાટ તાલુકા પંચાયતમાં અગાઉ ભાજપના પીન્ટુ રાઠવા સહિત 8 સભ્યોએ બળવો કરી કોંગ્રેસનાં ટેકા થી પીન્ટુ રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, તે સમયે ભાજપ દ્વારા બળવો કરનાર તમામને સસ્પેન્ડ કર્યા હતા. જોકે લોકસભા ચૂંટણી સમયે પીન્ટુ રાઠવા એ પ્રમુખ પદેથી રાજીનામું આપી તમામ આઠ સભ્યો ફરી ભાજપમાં જોડાયા હતા. જેને લઇ પ્રમુખ પદની ખાલી પડેલી જગ્યા માટે આજે ફરી ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના 16-16 સભ્યોએ મિલન રાઠવા ને મત આપી પ્રમુખ બનાવ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર