સાવરકુંડલા શહેરના જાહેર રોડ પર રસ્તા પર આવી જતા માલઢોર ત્રાસથી આમ જનતા પરેશાન. લગભગ સાવરકુંડલાના મોટા ભાગના જાહેર રોડ પર જ્યાં ત્યાં માલ ઢોર અડ્ડા જમાવીને બેઠા જોવા મળે છે. જેના કારણે જાહેર રોડ પર ટ્રાફિક નિયમન પણ ખૂબ મુશ્કેલ બને છે. ખાસકરીને બાળકો વૃદ્ધો અને બિમાર વ્યક્તિઓને રસ્તા પર ચાલતાં જવું એટલે જાણે અગ્નિપરીક્ષા જેવી સ્થિતિ જોવા મળે છે.
આમ ગણીએ તો રસ્તા પર આવી જતાં આ માલઢોરની આવી સ્થિતિ માટે જવાબદાર કોણ એ યક્ષપ્રશ્ન છે.? આજરોજ સાવરકુંડલા વ્યાયામ મંદિર પાસેના પુલ પરના ટ્રાફિક જામ થયાના દ્રશ્યો વચ્ચે એક તો ટ્રાફિક અને એમાં આ જાહેર રોડ પર માલઢોરનો જમાવડો. અને પરિણામે એજ પુલ પર ટ્રાફિકને લીધે એક ગાયના પગમાં ભારે ઇજા થયેલી જોવા મળે છે. આવી દુર્ઘટના બને ત્યારે જ લગભગ રસ્તા પર આવી જતાં માલઢોરનો મુદ્દો જોરશોરથી ચર્ચાય છે.. પછી પાછી એને એ પરિસ્થિતિ.
ઠેર ઠેર માલઢોરનો જમાવડો.આવી પરિસ્થિતિ ન સર્જાય અને તેનું કાયમી નિરાકરણ આવે તે દિશામાં ઘનિષ્ઠ પ્રયાસો થવા જોઈએ.. તંત્ર દ્વારા અને લોકોએ પણ આ દિશામાં મનોમંથન કરવું જોઈએ. એકલાં સત્તાધીશો પણ આ આ સમસ્યાનુ નિરાકરણ લાવી શકે? કે પછી આ માટે સમજણપૂર્વકના સહિયારા પ્રયાસો દ્વારા જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય? એ સવાલનો જવાબ તમે આપશો?
બિપીન પાંધી

