સ્ટેટ હાઇવે દ્વારા સાવરકુંડલાનો મુખ્ય માર્ગ એવા અમરેલી રોડ રામદેવપીર મંદિર પાસે પડેલા ખાડામાં પેવર બ્લોકની કામગીરી ચાલુ થઈ. સાવરકુંડલા શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે જેમાં અમરેલી રોડ રામદેવપીર મંદિર પાસે ખૂબ જ મોટા ગાબડા પડી ગયેલ હોય ત્યાં પેવર બ્લોક બેસાડી રીપેરીંગ કરવા માટે શહેર ભાજપ દ્વારા ગત ૧૬ જુનના રોજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શનથી શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા દ્વારા માર્ગ અને મકાન વિભાગ અમરેલીને રજૂઆત કરવામાં આવેલ હતી ત્યારબાદ માનનીય પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં યોજેલ તાલુકા સંકલન બેઠકમાં પણ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તેમજ રાજેશભાઈ નાગ્રેચા દ્વારા આ મુદ્દો મૂકવામાં આવતા સ્ટેટ હાઇવેના એસ.ઓ. ભાર્ગવભાઈને સ્થળ નિરીક્ષણ કરી આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાય છે તેના હિસાબે ખાડા પડે છે તેનું કાયમી નિરાકરણ વરસાદી પાણીની ગટર દ્વારા નિકાલ કરવા માટેની યોજના સાથે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા જણાવવામાં આવ્યું હતું અંતે આ રોડનું પેવર બ્લોકનું કામ શરૂ કરવામાં આવેલ ત્યારે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા યુવા મોરચાના પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ અને સ્ટેટ હાઇવેના અધિકારીશ્રીઓ સ્થળ પર રૂબરૂ હાજર રહ્યા હતા. આ કામ ચાલુ થવાથી વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધા અને શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
બિપીન પાંધી

