Gujarat

સાવરકુંડલા શહેરમાં વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે તારીખ ૧૦ ઓગસ્ટના રોજ ભવ્ય મહારેલીનુ આયોજન કરવામાં આવેલ છે

સાવરકુંડલામાં આગામી ૧૦મી ઓગસ્ટે, વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સાવરકુંડલા જે.વી‌.મોદી હાઈસ્કૂલ પાછળ મેદાન ખાતે એક ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલીનું મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતનું ગૌરવ સમાન ગીરના સિંહના સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવાનો છે. આ મહારેલીનું આયોજન નોર્મલ રેન્જ, સાવરકુંડલા વન વિભાગ, સામાજિક વનીકરણ રેન્જ, સાવરકુંડલા અને વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, સાવરકુંડલા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ મહારેલીમાં સિંહ સંરક્ષણને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યો છે. જેમાં સિંહ સંરક્ષણ પરની પ્રવચનો, સિંહોના જીવન અને તેમના નિવાસસ્થાન વિશેની માહિતી અને સિંહ સંરક્ષણને સમર્પિત શપથ ગ્રહણ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.તો સાવરકુંડલાના તમામ નાગરિકોને આ મહારેલીમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ છે. આપણે સૌ સાથે મળીને ગીરના સિંહના સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ
બિપીન પાંધી