વર્તમાન સમયમાં પર્યાવરણ સંતુલન મોટા પ્રમાણમાં જોખમાયુ છે માનવ જિંદગી ઉપર પ્રદૂષણનું આક્રમણ અનહદે થઈ રહ્યું છે. પર્યાવરણ જાળવણી માટે અને પ્રદૂષણ નિવારણ માટે કેવળ યજ્ઞો જ અંકુશ જાળવી શકે તેમ હોય માટે યજ્ઞ એ માનવ જિંદગી માટે દેવના વરદાન સમાન સાબિત થાય છે. હમણાં જ મુંબઈમાં અખિલ ગાયત્રી પરિવાર દ્વારા 49 મો યજ્ઞ સંપન્ન થયો છે તેને કારણે મુંબઈમાં ફેલાયેલ પ્રદૂષણ પ્રતિ મહદઅંશે નિયંત્રણ આવ્યું છે યજ્ઞના ધુમાડા આકાશ સુધી ફેલાઈ જતા હોવાથી ઝેરી સૂક્ષ્મ જીવાણુંનો તે નાશ કરી હવા ચોખ્ખી બનાવે છે.
યજ્ઞના અનેક પ્રકાર છે તેમાં સોમયજ્ઞ, અશ્વમેધયજ્ઞ, વાજીમેઘયજ્ઞ, રાજસુયયજ્ઞ સર્વ મેધયજ્ઞ, પંચમહા યજ્ઞ, બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, રુદ્રયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, દ્રવ્યયજ્ઞ, ગોમેઘયજ્ઞ, અગ્નિહોત્ર, પાકયજ્ઞ, હાવિરયજ્ઞ આ બધા યજ્ઞક્રિયામા મુખ્ય ઉદ્દેશ તો પર્યાવરણ સંતુલનનો જ છે.
યજ્ઞકાર્ય સંદર્ભમાં માણાવદર અનસુયા ગૌધામ તથા અનસુયા અન્નક્ષેત્રના પ્રણેતા એવા શેઠ પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવજીના સાનિધ્યમાં એક જાહેર વિશાળ મહારુદ્ર યજ્ઞનું આયોજન “અનસુયા” મહાદેવીયા રોડ સહજાનંદ સોસાયટી ખાતે કરવામાં આવ્યું છે. 10 ઓગસ્ટ થી 12 મી ઓગસ્ટ એમ ત્રણ દિવસ આ યજ્ઞકાર્યનું આયોજન થયું છે જેમાં યજ્ઞના ઋત્વિજ શાસ્ત્રી નયનભાઈ અધ્વર્યું તથા અન્ય ભૂદેવો યજ્ઞમાં હવિ હોમશે. અનસુયા ગૌધામ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવારે આ યજ્ઞનો લાભ લેવા જાહેર અનુરોધ કરેલ છે.
રિપોર્ટર જીજ્ઞેશ પટેલ માણાવદર

