Delhi

ત્રિપુરાની સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે બાજી મારી, અગરતલા કોર્પોરેશનમાં ્‌સ્ઝ્ર અને ઝ્રઁૈં ના સુપડા સાફ

અગરતલા ,
ત્રિપુરા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે એટલે કે ૩૩૪માંથી ૩૨૯ સીટો પર જીત મળી છે. ભાજપે અગરતલાના તમામ ૫૧ વોર્ડો પર જીત મેળવી છે. તો અગરતલા સહિત અન્ય કોર્પોરેશનમાં તૃણમૂલ કોંગ્રેસ અને સીપીઆઈનું ખાતુ પણ ખુલ્યું નથી. રવિવારે સવારથી ત્રિપુરામાં અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૧૩ નગર પાલિકાની ૨૨૨ સીટો માટે ચાલી રહેલી મત ગણતરી પૂરી થઈ ચુકી છે. તેમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મળી છે. ભાજપે ખોવાઈ નગર પાલિકા, કુમારઘાટ નગર પાલિકા, સબરૂમ નગર પાલિકા, અમરપુર નગર પાલિકા, પાર્ટી કૈલાશહર, તેલિયામુરા, મેલાઘર અને બેલોનિયા નગર પરિષદો સિવાય ધર્મપુર અને અંબાસા નગર પાલિકાઓ, પાનીસાગર, જિરાનિયા અને સોનાપુરા નગર પંચાયતોમાં પણ શાનદાર જીત હાસિલ કરી છે. ઘોષે કહ્યું, “મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો અપેક્ષા મુજબ આવ્યા છે. ત્રિપુરામાં તૃણમૂલનું ખાતું ખોલવાની કોઈ શક્યતા નથી. તેણે માત્ર દેખાવો કર્યા. આ આદેશ દર્શાવે છે કે પશ્ચિમ બંગાળના ભાડૂતી સૈનિકો ભાજપમાં વિશ્વાસ ધરાવતા રાજ્યમાં પાર્ટીને તેનો આધાર બનાવવામાં મદદ કરી શકતા નથી. ઘોષે અહીં સંવાદદાતાઓ સાથે વાતચીત દરમિયાન ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર કરનાર તૃણમૂલ કાર્યકર્તાઓને ભાડાના લોકો ગણાવ્યા અને કહ્યું કે, ભાજપ અને રાજ્યના લોકો વચ્ચે મજબૂત સંબંધ છે. તેમણે કહ્યું કે, ટીએમસી ત્રિપુરામાં ત્યાં સુધી ખાતું ન ખોલી શકે જ્યાં સુધી ભાજપ કોઈ સીટ પર ઉમેદવાર ન ઉતારવાનો ર્નિણય ન કરે. રાજ્યમાં શહેરી સ્થાનીક સ્વરાજ્યની ૩૩૪ સીટો છે. જેમાં ભાજપે ૩૨૯ સીટો પર જીત મેળવી છે. ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા પાર્ટી ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુ કે, ત્રિપુરા કોર્પોરેશન ચૂંટણીના પરિણામોએ પૂર્વોત્તર રાજ્યોમાં પગ જમાવવાના ટીએમસીના નકલી દાવાને ઉજાગર કર્યા છે અને રાજ્યના લોકોને ભાજપ પર વિશ્વાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *