નવી દિલ્હી
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના લીધે દિલ્હી એરપોર્ટ પર નવા અને કડક દિશા-નિર્દેશ જાહેર કરવામં આવ્યા છે. ઓમિક્રોનના ત્રણ હોટસ્પોટ ક્ષેત્રો- દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને હોંગકોંગથી આવનારા મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ કરાવવો પડશે અને તેની રાહ જાેવી પડશે. જે મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ આવશે તેને જ બહાર નીકળવા દેવામાં આવશે. કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હશે એવા મુસાફરોને હોસ્પિટલમાં મોકલવામાં આવશે. અન્ય ખતરો ધરાવતા દેશોમાંથી આવનારા પર્યટકોના પણ સેમ્પલ લેવામાં આવશે અને તેમને મોબાઈલ કે ઈમેલ પર રિઝલ્ટ મોકલવામાં આવશે.
