Gujarat

ચાપરડા શ્રીબ્રહ્માનંદ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ રમત ગમત ક્ષેત્રે મેડલ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું

ચાપરડા શ્રીબ્રહ્માનંદ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ રમત ગમત ક્ષેત્રે મેડલ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું

તાજેતરમાં શાળાકીય રમત એસોસિયેશન દ્વારા આયોજીત તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધા યોજાયેલી હતી. જેમાં ચાપરડા બ્રહ્માનંદ વિદ્યામંદિરના ડી.એલ.એસ.એસ. અને ઇન સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ, બહેનો દ્વારા મેડલ પ્રાપ્ત કરી શાળા, અને તાલુકા, જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાલુકા કક્ષાએ અંડર 14 ભાઈઓ ખોખોમાં વિજેતા બન્યા હતા તથા એથલેટિક્સ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ 9 ગોલ્ડ, 6 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં અંડર 14 ગર્લ્સ, 17 ગર્લ્સ અને અંડર 17 બોયઝ જિલ્લામાં વિજેતા થયા હતા. યોગાસન સ્પર્ધામાં કુલ 21 વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પસંદગી થયેલ હતી. કુસ્તી સ્પર્ધામાં કુલ 32 વિદ્યાર્થી ભાઈ, બહેનોએ ભાગ લીધેલ જેમાં 21 ગોલ્ડ, 5 સિલ્વર, 3 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ અને 21 વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ કુસ્તી સ્પર્ધામાં પસંદગી થયેલ છે. જિલ્લા કક્ષાની આર્ચરી સ્પર્ધામાં 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં 6 ગોલ્ડ, 6 સિલ્વર, 5 બ્રોન્ઝ સાથે ચોથા ક્રમે 6 વિદ્યાર્થીઓ રહ્યા હતા. તેમજ 23 રમતવીરોની પસંદગી રાજ્ય કક્ષાએ થયેલી છે.
વિજેતા પ્રાપ્ત થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના શિલ્પી પૂ. મુક્તાનંદબાપુ, ચેરમેનશ્રી ગિજુભાઈ ભરાડ, અધ્યક્ષશ્રી અર્જુનસિંહ રાઠોડ, નિયામકશ્રી કમલેશભાઈ ધાધલ, પ્રિન્સિપાલશ્રી ભાવિનભાઈ જોશી, ડિસ્ટ્રિક્ટ કોચ નેમિશભાઈ પટેલ તથા ડી.એલ.એસ.એસ. સ્ટાફ/શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે. તેમ શાળાના પી.ટી.આઈ. શિક્ષક રાજુભાઈ બાલધીયાની અખબાર યાદી જણાવે છે.

સી. વી. જોશી વિસાવદર

IMG-20240809-WA0021-1.jpg IMG-20240809-WA0022-0.jpg