Gujarat

આગામી 5 ઓગસ્ટથી શરૂ થતાં શ્રાવણ માસ દરમ્યાન સલાયાના શિવમંદિરો પાસેના વિસ્તારમાં સફાઈ કરાવવા બાબતે લેખિત રજૂઆત કરતા સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા

આગામી 5 ઓગસ્ટથી શરૂ થતાં શ્રાવણ માસ દરમ્યાન સલાયાના શિવમંદિરો પાસેના વિસ્તારમાં સફાઈ કરાવવા બાબતે લેખિત રજૂઆત કરતા સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા

આગામી 5 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે જેમાં આં વખતે 5 સોમવાર આવી રહ્યા છે.આં શ્રાવણ માસ દરમ્યાન શ્રદ્ધાળુ ભક્તો શિવ મંદિરોમાં પૂજા માટે જાઈ છે. જ્યા તેઓ શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચના અને દર્શન કરે છે. સલાયામાં જુદાજુદા 5 શિવ મંદિર આવેલાં છે જેમાં નીલકંઠ મહાદેવ મંદિર,દુઃખ ભંજન મહાદેવ મંદિર, જળેશ્વર મહાદેવ મંદિર,જાગનાથ મહાદેવ મંદિર અને પાળેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. આ મંદિર પાસે અને ત્યાં જવાના રસ્તે સઘન સફાઈ કરાવી અને દવાનો છટકાવ કરવામાં આવે એવી લેખિતમાં માંગણી સલાયા ના શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજ ના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા ચીફ ઓફિસર સમક્ષ કરવામાં આવી છે. આ તમામ મંદિરો પાસે આવેલ ભૂગર્ભ ગટર પણ મોટા પ્રમાણમાં છલકાઈ રહી હોઈ તેમાં પણ પ્રેશર મશીન વડે સફાઈ કરવાઈ એવી માંગણી કરવામાં આવી છે.જેથી આં પવિત્ર માસ દરમ્યાન ભક્તોની શ્રદ્ધા જળવાઈ રહે. અને હાલ જે ચાંદી પૂરા વાયરસનો ભય ફેલાઈ રહ્યો છે એની સામે પણ જરૂરી પગલાં લેવા માંગણી કરાઈ છે.તેમજ આં અરજી ની નકલ વહીવટદાર શ્રી નગર પાલિકા સલાયા તેમજ મ્યુનિસિપલ કમિશ્નરને પણ મોકલવામાં આવી છે.

IMG-20240810-WA0004-1.jpg IMG-20240810-WA0003-0.jpg