Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ જેસર રોડ ગુરુકુળમાં ઉજવાયો વિશ્વ સિંહ દિવસ

સહજાનંદ વિદ્યાલય જેસર રોડ ખાતે વિશ્વ સિંહ દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી, પ્રથમ તમામ વિદ્યાર્થીઓને સભા સ્વરૂપે સિંહ વિશેની માહિતીઓ આપવામાં આવી તેમજ બાળકોએ પણ સિંહ વિશેનું વક્તવ્ય પ્રદાન કર્યું. શાળાના આચાર્ય વ્યાસ સાહેબના માર્ગદર્શન નીચે તેમજ વન વિભાગના આર.એફ.ઓ. શ્રી પી.એન‌ ચાંદુ સાહેબ તેમજ આર.એફ.ઓ.શ્રીબી.ડી. ચાંદુ સાહેબ તેમજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના શ્રી પ્રિયાંક પાંધી તેમજ સતીશભાઈ પાંડે( હનુમાન )દ્વારા આ આયોજનને માર્ગદર્શન તેમજ જરૂરી સાહિત્ય પ્રદાન કરવામા આવ્યું હતુ.
તમામનાં સહયોગથી સુંદર રેલીનું આયોજન થયું જેમાં જેસર રોડના મુખ્ય માર્ગો પર બેનરો સ્લોગન તેમજ સિંહના મુખોટા સાથે ખૂબ જ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લોકજાગૃતિનું કાર્ય કર્યું.
 
શાળાના ઇકો ક્લબ સંચાલન કરતા શિક્ષક શ્રી કૌશિક ગિરિએ ‘ગુજરાતનું ગૌરવ કોણ?- આપણો ગીર કેસરી’નું સ્લોગન આપ્યું તેમજ શાળાના તમામ શિક્ષકોએ આ રેલીમાં સતત સાથે રહી શિસ્ત બુદ્ધ રીતે રેલીનું સંચાલન કર્યું આ રેલીને તેમજ આ ઉત્સવને અમેરિકાથી સંસ્થાના પ્રમુખ શ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસજીએ ટેલીફોનિક સંદેશો પાઠવ્યો તેમજ સંસ્થાના વરિષ્ઠ સંત શ્રી ભગવત પ્રસાદદાસજી સ્વામી તેમજ કોઠારી શ્રી અક્ષર મુક્ત દાસજી સ્વામીએ શાળાની આ કામગીરી તેમજ વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવ્યા હતા તેમજ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ વાલીઓએ પણ આ કાર્યને બિરદાવી ઉત્સાહ પ્રદાન કર્યો હતો.
બિપીન પાંધી