સાવરકુંડલા શહેરના પૂર્વ નગરપાલિકા સદસ્ય હિતેષ સરૈયાએ સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરના નિરાકરણ માટે યોગ્ય કરવા સાવરકુડલા નગરપાલિકા ચીફ ઓફિસરને વિનંતીસહ એક લેખિત રજૂઆત કરી હતી
વધુમાં તેમણે આ અંગે જણાવ્યુ કે સાવરકુંડલામાં આવેલ ભુવા રોડમાં તેમજ શાક માર્કેટના પુલ પર, લોહાણા મહાજન વાડીના પુલ પર તેમજ રિદ્ધિ સિદ્ધિ મંદિર પાસેના પુલ ઉપર તેમજ વ્યાયામ મંદિરવાળા પુલ ઉપર ઢોરના ત્રાસમાં હિસાબે વાહન ચાલકોને ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમ જ સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ચાલવામાં તકલીફ પડતી હોય તેમ જ બાલમંદિરના પુલ ઉપર તો રોજ હજારો વાહનોની અવરજવર રહેતી હોય તેમ પાછો રાઉન્ડનો રસ્તો બંધ હોય તો આ પુલ ઉપર લોકોની અવરજવર વધતી રહેતી હોય તેમ જ શ્રાવણ મહિનો ચાલતો હોય ધાર્મિક સ્થળો ઉપર દર્શનાર્થીઓને જતા તેને પણ તકલીફ પડતી હોય સાવરકુંડલાના સત્તાધીશો દ્વારા આ ઢોરના ત્રાસ અંગે યોગ્ય નિરાકરણ કરવા યોગ્ય કરવા નમ્ર વિનંતી કરી હતી. તેમજ આ બાબતે ઘટતું કરવા નમ્ર વિનંતીસહ જણાવવામાં આવેલ
બિપીન પાંધી

