છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામે ધોરણ-૧ થી ૮ ની પ્રાથમિક શાળા આવેલી છે. ઝોઝ ગામની આજુબાજુમાં ૨૦ જેટલા ગામોના બાળકો ધોરણ- ૯ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે છોટાઉદેપુર તથા બીજા દૂરના સ્થળે જવુ પડે છે. જેથી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ તા. ૨૭/૦૨/૨૦૨૩ ના રોજ શિક્ષણમંત્રી, પ્રો.કુબેરભાઈ ડીંડોરને પત્ર લખી ઝોઝ પ્રા. શાળાને અપગ્રેડ કરી ધોરણ-૯ થી ૧૨ ના વર્ગો શરૂ કરવા માટે વિનંતી કરેલી હતી.
ત્યારબાદ ફરીથી આ બાબતે ધારાસભ્ય એ તા. ૧૩/૦૩/૨૦૨૪ ના રોજ પત્ર લખી વેળાસર કાર્યવાહી થાય તે માટે માંગણી કરી હતી. જે માંગણી રાજય સરકારના શિક્ષણ વિભાગના તા. ૦૯/૦૮/૨૦૨૪ ના ઠરાવ મુજબના પરિશિષ્ટ-૨ મુજબ અનુક્રમ નં. ૬ ઉપર છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામની મંજુરી આપવામાં આવેલી છે.
જેથી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજુઆતનો રાજય સરકારે સ્વિકાર કર્યા બદલ આ વિસ્તારના ગામોના લોકો આનંદની લાગણી અનુભવે છે. અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા રાજ્ય સરકાર અને રાજ્યના શિક્ષણ વિભાગનો આ બાબતે આભાર માની રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

