Gujarat

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર સબજેલ ખાતે કેદી ન્યાય દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર ખાતે કાર્યરત જીલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા છોટાઉદેપુર સબજેલ ખાતે કેદી ન્યાય દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર પેરા લીગલ વોલિયેન્ટર પી.એલ.વી ઇરશાદભાઈ  ખાલપા, લીગલ વકીલ એસ.વી.રાઠવા  કિશોરીબેન ઠાકોર અને ઇન્ચાર્જ જેલ અધિક્ષક ડી.કે.પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને કેદી ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કેદીઓને મળતી સુવિધાઓ અને તેમના હક વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને  તેમણે ફ્રીમાં લીગલ સહાય વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર