નવીદિલ્હી
પૂર્વ દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર તરફથી એક અઠવાડિયામાં આ ત્રીજી ધમકી મળી છે. અગાઉ ગૌતમ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મેઈલ દ્વારા મોકલવામાં આવી હતી.ગૌતમ ગંભીરને ૨૩ નવેમ્બરની રાત્રે પહેલો ઈમેલ મળ્યો હતો, જેમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગંભીરે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેમના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પરંતુ ૨૪મીએ ફરીથી તેને એક ઈમેલ મળ્યો, જેમાં લખ્યું હતું કે ‘ગઈકાલે તને મારી નાખવાના હતા, બચી ગયા, કાશ્મીરથી દૂર રહો’. આ મેઈલ સાથે ગંભીરના ઘરની બહારનો એક વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો. ગંભીરનો આરોપ છે કે આ ધમકી તેને ૈંજીૈંજી કાશ્મીર દ્વારા આપવામાં આવી હતી.બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે નવજાેત સિંહ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના મોટા ભાઈ હોવાના નિવેદન પર હુમલો કર્યો હતો. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સિદ્ધુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક પાકિસ્તાની અધિકારી ઈમરાન ખાન વતી તેમનું સ્વાગત કરતા જાેવા મળે છે અને તે કહેતા સાંભળવા મળે છે કે ખાન તેમના મોટા ભાઈ જેવા છે અને તે તેમને ખૂબ પ્રેમ કરે છે. જે બાદ ગૌતમ ગંભીરે કહ્યું કે, નવજાેત સિંહ સિદ્ધુએ તેમના સંતાનને બોર્ડર પર મોકલવા જાેઈએ.ઉલ્લેખનીય છે કે જાે તેમના બાળકો સેનામાં હોત તો શું તેઓ કરતારપુર સાહિબમાં ઈમરાન ખાનને પોતાનો મોટો ભાઈ કહેતા હોત. ગંભીરે કહ્યું કે સિદ્ધુ છેલ્લા એક મહિનામાં કાશ્મીરમાં ૪૦ નાગરિકો અને સૈનિકોની હત્યા પર ટિપ્પણી કરતા નથી અને જેઓ ભારતની સુરક્ષા કરવા માંગે છે તેમની વિરુદ્ધ જાય છે.તેના પર ગૌતમ ગંભીરે કહ્યું કે, સિદ્ધુનું તેનાથી વધુ શરમજનક નિવેદન ન હોઈ શકે. તે પાકિસ્તાનના આર્મી ચીફ બાજવાને ગળે લગાવે છે, તે કરતારપુર સાહિબ જાય છે અને ઈમરાન ખાનને તેનો મોટો ભાઈ કહે છે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ ભારતની રક્ષા કરવા માંગે છે અને દેશની વાત કરે છે ત્યારે સિદ્ધુએ સહકાર આપ્યો ન હતો. તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે?
