હું દેસાઈ માનસી અને હવે દેસાઈ માનસી શાસ્ત્રી બની મારા જીવનનો આ એક મહત્વપૂર્ણ તબક્કો હતો લગભગ 20 વર્ષ પહેલા મેં અમુક વાર્તાઓ લખી હતી શરૂઆત કરી વાર્તાઓ થી અને મેં સૌ પ્રથમ 2015માં સુરત ની પ્રસિદ્ધ કોલેજ એમ ટી બી માં હું ગઈ હતી મારી મમ્મી સાથે એક શોર્ટ ફિલ્મ બનાવવાના વિચાર સાથે અને ત્યાં મેં શોર્ટ ફિલ્મના કલાકારોની એક ટીમ બનાવવા માટેનો વિચાર જીએસ સામે મૂક્યો હતો ત્યાના વિદ્યાર્થીઓ સામે.ત્યારે મારી પાસે ના તો કોઈ કેમેરો હતો કેઃ નાતો કોઈ વ્યવસ્થા હતી અને ત્યાં સુધી કે મારી પાસે નેટ વાળો ફોન પણ નહીં અરે ફોન જ નહોતો ત્યારે મેં આ હિંમત કરી હતી અને આજે આ 20 વર્ષે મારા એ વિચારો ને સાકાર કરી ગયા મારાં સપના ના આજે ફૂલ ઉગી નીકળ્યા છે. શોર્ટ ફિલ્મ કેવી રીતે બને એનું જ્ઞાન પણ નહોતું પરંતુ મનમાં એક આશા હતી જોશ હતો કારણ કે મારી પાસે સ્ટોરી હતી વાર્તાઓ હતી અને તે પણ મારી પોતાની બધાથી અલગ. અને આ રવિવારે એટલે ફ્રેન્ડશીપ ડેના દિવસેજ મેં મારી પોતાની પહેલી વાર્તા ની શોર્ટ ફિલ્મ “ભાભી એ તોડાવી એફડી” નું શૂટિંગ કર્યું. આ વાર્તા મેં સ્કૂલમાં હતી જયારે હું 5 ધોરણ માં હતું ત્યારે પહેલી વાર લખી હતી અને પછી જ્યારે મારા પપ્પા મારા જીવનમાંથી ગયા 2009માં ત્યારે મારા ઘરે હીંચકા પર બેસીને મેં એક બીજી વાર્તા લખી હતી જેનું નામ “આંખ” આ વાર્તા સત્ય ઘટનાઉપ્પર આધારિત લખી છે અને મારા મમ્મી ના જીવન પર આધારિત છે મારા મમ્મી નું જીવન મારા પપ્પા સાથેનું અને મારા પપ્પા ગયા પછીનું જે મારી મમ્મી નું જીવન છે તે આ સ્ટોરીમાં વણી લીધું હતું મેં ” આંખ” ને હું ફરી બીજી વાર્તા તરીકે પબ્લિશ કરીશ એવું મેં વિચાર્યું હતું પણ એ ન થઈ શક્યું પરંતુ લગ્ન પછી મારા હસબન્ડ જ્ઞાનેશ શાસ્ત્રીના સહકારથી આજે હું મારી વાર્તા શોર્ટ સ્ટોરીમાં મૂકવા જઈ રહી છું આજે હું એક એવી બારી પર ઊભી છું કે જ્યાંથી હું આખું આકાશ જોઈ શકું છું અને હું એ જોઈ શકું છું એ બહુ મોટી વાત છે મારી આ વાર્તા હું facebook પર મારા પેજ ઉપર દેસાઈ માનસી અને મારી youtube ચેનલ ડેલીહંટ અને સ્નેપચેટ ઉપર દેસાઈ માનસી પર આ પ્રસારિત કરીશ આમાં વાર્તા મારી એક્ટિંગ અને કેમેરા ઓપરેટિંગ પણ જ્ઞાનેશ શાસ્ત્રી સાથે મેં કામ કર્યું છે જ્વેલરી મા મને સુવર્ણ આર્ટ જ્વેલર્સ અમદાવાદ નિકોલ નો સહકાર મળ્યો છે જેમની હું ખૂબ ખૂબ આભારી છું જોયા બાદ કમી લાગીશકે પણ હું પ્રયત્ન કરું છું આશા છે કમીઓ જણાવી મને મદદ કરશો જયશ્રી ક્ર્ષ્ણ


