પત્રકાર એકતા પરિષદ ની કડી તાલુકા કારોબારી સમિતી ની રચના કરાઈ.. સર્વ સંમતિથી હોદ્દેદારો નિમાયા..
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ ની સમગ્ર ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લા અને 252 તાલુકા ઓની કારોબારી ની રચના કરવામાં આવી છે.ત્યારે કેટલાક વિસ્તારોમાં બાકી હોવાથી તેની કારોબારી સમિતી ની રચના કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાની ખાતે પણ એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વસંમતિથી પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કારોબારીની રચના પ્રદેશ તથા જીલ્લાના હોદ્દેદારો તેમજ સભ્યો ની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.મહેસાણા જિલ્લાના નંદાસણ ખાતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ ની મહેસાણા જિલ્લાના કડી તાલુકા ની કારોબારી સમિતી ની રચના કરવા માટે એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સમગ્ર કડી તાલુકા ના તમામ પત્રકારો સહિત પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ તેમજ પ્રભારી રાજુભાઈ પટેલ તેમજ મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુન સિંહ ઠાકોર તથા પ્રદેશ તથા જીલ્લા અને તાલુકાના અન્ય હોદ્દેદારો તેમજ પત્રકાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કારોબારી સમિતી ની રચના નો પ્રસ્તાવ મુકતા તમામ કડી તાલુકા ના પત્રકારો દ્વારા પ્રમુખ તરીકે પટેલ ખોડાભાઈ અંબાલાલ તથા ઉપપ્રમુખ તરીકે દર્શનભાઈ મુકેશ ભાઈ પ્રજાપતિ તેમજ મંત્રી તરીકે જૈમિન કનૈયાલાલ સથવારા તથા સહમંત્રી તરીકે ભરતજી બાબુજીની સર્વાનુમતે વરણી કરવામાં આવતા તમામ પત્રકારો એ વધાવી આ પ્રસંગે મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ




