જેતપુરના પાંચ પીપળા અને કેરાળી રોડ પરથી બાઈક ચાલકનો મૃતદેહ મળી આવ્યો, જ્યારે તેમના જ મિત્રનો વાડી ખાતેથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો.

જેતપુરમાં આજે વહેલી સવારે પાંચ પીપળાને કેરાળી ગામ જવાના રોડ પર એક બાઈક ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો,જે મામલે પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન મૃતક સાથે અન્ય પણ એક વ્યક્તિ હોવાનું પરિવારે જણાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સાથી મિત્રનો કેરાળી ખાતે આવેલી વાડીએ ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાય હતી. પોલીસે બંનેના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે.

બનાવની વિગતો મુજબ તા.૧૨ ઓગસ્ટના વહેલી સવારે સાત વાગ્યા આસપાસ જેતપુર તાલુકાના પાંચપીપળા કેરાળી ગામ જવાના રોડ પરથી એક બાઈક ચાલકનો રોડની સાઈડમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેમની જાણ ત્યાંથી પસાર થતા વાહનચાલકને થતા પોલીસને જાણ કરી હતી તેમજ ઘટના સ્થળે પરિવારજનો પણ પહોંચ્યા હતા આ દરમિયાન બાઇક ચાલક મૃતકપ્રભાત છગનભાઈ ઝાલાના મૃતદેહ પાસેથી અકસ્માત થયેલું બાઈક પણ મળી આવેલ હોય જેથી પરિવારજનોએ તેમની સાથે તેમના મિત્ર રાયલાભાઇ ઉર્ફ રવજીભાઈ તેરસિંહ કલેશ (આદિવાસી) હોવાનું જણાવ્યું હતું

જે મામલે પોલીસે તપાસ કરતા અકસ્માત નીપજેલા બાઈક પાસેથી બે જોડી ચપ્પલ પણ મળી આવેલ જેથી પોલીસે વધુ તપાસ આદરી હતી, એ દરમિયાન જે મિત્ર છે તે વાડી ખાતે મજૂરી અર્થે આવેલ હતો તે જ વાડી ખાતે ઝાડ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી.જેથી પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા ઘટના સ્થળે ડીવાયએસપી તેમજ એસ.પી પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાઈ હતી. પોલીસે બંનેના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ પોલીસની પ્રાથમિક પૂછપરછ માં બંને મિત્રો સાથે આવતા હોય અને અકસ્માત બનેલો હોય જેમની બીકે આ વ્યક્તિએ પણ આત્મહત્યા કરી હોય તેવું જણાવ્યું હતું.

હાલ પીએમ રિપોર્ટ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે. પોલીસે તપાસ શરૂ કરી હતી.

