“હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર નગર સેવા સદનના મકાનને તિરંગાથી શણગારવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હર ઘર તિરંગાના અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અન્વયે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે જિલ્લાના વધુમાં વધુ લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય તે માટે અનેકવિધ કાર્યક્રમો થકી જિલ્લાવાસીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.
છોટાઉદેપુર જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર તિરંગા લહેરાવીને ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત છોટાઉદેપુર નગર સેવા સદનના મકાનને તિરંગાથી શણગારવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

