સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આજ રોજ નગરપાલિકાના વિકાસ કામોની સમીક્ષા કરી હતી. નગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં રોડ રસ્તા , સફાઈ નવાં આયોજન બાબત અન્ય બાકી કામોની સમીક્ષા કરી હતી નવા કામોની પ્રાથમિકતા નક્કી કરી કામ પૂર્ણ કામો પૂર્ણ કરવા નગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી સાવરકુંડલા નગરપાલિકામાં જોગીદાસ બાપુ ખુમાણની નવ નિર્મિત પ્રતિમાનું પૂજન કરીને આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.

આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ,ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી ,કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ , નગરપાલિકા દંડક અજયભાઈ ખુમાણ ,શાસક પક્ષ નેતા જનકબેન કરસનભાઈ આલ, ચેરમેનશ્રીઓ, નગરપાલિકા સદસ્યોશ્રીઓ ,અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા,જિલ્લા અ.જા. મોરચા પ્રમુખ કેશુભાઈ વાઘેલા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ મહામંત્રી વિજયસિંહ વાઘેલા રાજેશભાઈ નાગ્રેચા,યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ , શહેર ભાજપ હોદેદારોશ્રી ,નગરપાલિકા ચીફ ઓફિસર બોરડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા
બિપીન પાંધી

