જામનગરની ન્યુ સાધના કોલોનીમાં વધુ 36 ભયજનક કર્વાટર જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. હાઉસીંગ બોર્ડના વધુ ત્રણ બ્લોક મહાનગરપાલિકા દ્રારા તોડી પાડવામાં આવ્યા છે. જામનગરની ન્યુ સાધના કોલોનીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના કર્વાટર જર્જરિત હાલતમાં હોય અત્યાર સુધીમાં ત્રણ ઇમારતના અમુક ભાગ ધસી પડયા છે.
આથી જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના બ્લોક ખાલી કરાવાયા છે. મનપા દ્રારા જર્જરિત કર્વાટરની 4 ઈમારતના 48 ફલેટના બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મંગળવારે વધુ 3 બ્લોકના 36 ફલેટનું બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ માટે જેસીબી ટ્રેક્ટર સાથે એસ્ટેટ શાખાના સ્ટાફે કામગીરીમાં જોડાયો હતો. પાડતોડની કામગીરી અંતર્ગત બ્લોક નં. એમ-91, 92 અને 93 તોડી પાડવામાં આવ્યા પછી વધુ ત્રણ બ્લોકનું ડિમોલીશન કરવામાં આવશે. પાડતોડની કામગીરી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

