Gujarat

યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; ડીજેના તાલે ભક્તો ગરબે રમ્યાં

યાત્રાધામ અંબાજીમાં મા જગતજનની અંબાનું ભવ્ય મંદિર બિરાજમાન છે. મા અંબા સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. યાત્રાધામ અંબાજી ખાતે અનેકો દેવી-દેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે. માતાજીના ધામે કોઈપણ ઉત્સવ કે પ્રસંગ નિમિત્તે ધૂમધામથી ગ્રામજનોના સહયોગથી ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે.

આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દશામાતાનr શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. આજે અંબાજીમાં દશામાતાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આજે સવારે દશામાતાની આરતી અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યાર બાદ અંબાજી નગરમાં માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં દશામાતાના ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા. ડીજેના તાલે નાચતા ગાતા ભક્તોએ ઉત્સાહપૂર્વક દશા માતાજીની શોભાયાત્રાની ઉજવણી કરી હતી. આજે બપોરે દશા માતાજીની ભવ્ય રથ અને ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. માતાજીના ભક્તોએ ગરબા ઝૂમતા નજરે પડ્યા હતા.