Gujarat

કુકાવાવ તાલુકાના જીથુડી ગામે તારીખ 14 / 8 / 2024 ના રોજ જીથુડી ગ્રામ પંચાયત તેમજ જીથુડી પ્રાથમિક શાળા ના સહયોગથી અનુ સૂચિત જાતીના મોક્ષ ધામ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રેસ નોટ…
અમરેલી….
કુકાવાવ તાલુકાના જીથુડી ગામે તારીખ 14 / 8 / 2024 ના રોજ જીથુડી ગ્રામ પંચાયત તેમજ જીથુડી પ્રાથમિક શાળા ના સહયોગથી અનુ સૂચિત જાતીના મોક્ષ ધામ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરેલ એક. પેડ. માં. કે. નામ જન અભિયાન અંતર્ગત તારીખ 24 સપ્ટેમ્બર 2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં 12.પોઈટ 30 કરોડ વૃક્ષોનો લક્ષ્યાંક આપેલો હોય ત્યારે જીથુડી ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી નયનાબેન બસીયા જીથુડીના માજી સરપંચ લીલાબેન ધાધલ ભાભલુભાઈ ધાધલ તેમજ જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુંમર શાળાના શિક્ષકો અતુલભાઇ ઠક્કર સંદીપભાઈ સતાણી ભરતભાઈ ગોંડલીયા દીપાબેન સોઢા હરિભાઈ સોલંકી અનિલભાઈ માધડ તેમજ ગામમાંથી પ્રકૃતિ પ્રેમી તેમજ સ્કૂલના બાળકો આ વૃક્ષા રોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને શાળાના બાળકો તેમજ પ્રકૃતિ પ્રેમી માતાઓ દ્વારા 50 વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને જીથુડી તલાટી મંત્રી નયનાબેન બસીયા તેમજ જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુંમર દ્વારા પ્રકૃતિ પ્રેમીઓ ભાઈઓ-બહેનો વડીલો તેમજ બાળકોનો વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ ગ્રામજનોનો આભાર માન્યો હતો

અહેવાલ = પ્રકાશ વઘાસિયા જીથુડી

IMG-20240814-WA0021-2.jpg IMG-20240814-WA0020-3.jpg IMG-20240814-WA0022-1.jpg IMG-20240814-WA0019-0.jpg