Gujarat

સાળંગપુર હનુમાનજી મંદિરે હરિ જયંતિ નિમિત્તે અલગ અલગ શાકભાજીથી દાદાની મૂર્તિને શણગાર કરાયો

ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટય દિવસ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તો દ્વારા દાદાની મૂર્તિ અને સિંહાસનને 1000 કિલો અલગ અલગ શાકભાજીનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દરેક ધાર્મિક તહેવારો દરમ્યાન હનુમાનજી દાદાને દિવ્ય શણગાર તેમજ અન્નકુટ અને વિવિધ કાર્યક્રમો યોજીને ધામધૂમથી તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આજે સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટય દિવસ એટલે હરિ જયંતિ છે.

ત્યારે દાદાના ભક્તો દ્વારા દાદાની મૂર્તિ તેમજ દાદાના સિંહાસનને અલગ અલગ પ્રકારની 1000 કિલો શાકભાજી ગોઠવીને સુંદર શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે સવારથી ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી રહ્યાં છે. હરી જયંતી નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે યોજાયેલ શનગારને લઈને મંદિરના શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામીએ માહિતી આપી હતી.