ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે સમગ્ર સમરની સિઝનમાંથી બહાર છે. તે શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝનો ભાગ નહીં હોય. તેના સ્થાને વાઈસ કેપ્ટન ઓલી પોપ ઇંગ્લિશ ટીમની કેપ્ટનશિપ કરશે. ECBએ મંગળવારે રાત્રે માહિતી આપી હતી કે 33 વર્ષીય સ્ટોક્સને હેમસ્ટ્રિંગમાં દુખાવો છે.
મંગળવારે સ્કેનથી જાણવા મળ્યું કે તે શ્રીલંકા સામેની 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભાગ નહીં લઈ શકે. પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં તે પરત ફરશે તેવી આશા છે.
આ શ્રેણી 7 ઓક્ટોબરથી શરૂ થશે. ઇંગ્લેન્ડ 21 થી 25 ઓગસ્ટ દરમિયાન અમીરાત ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાની યજમાની કરશે. ત્યાર બાદ લોર્ડ્સ અને ઓવલમાં મેચ રમાશે.

